NEWS

ખરેખર ન્યૂઝ વિષે લખવું હતું મુદ્દો ડાઇવર્ટ થઇ ગયો અને telemarketing  પ ર લખાઈ ગયું , લખવા કરતાંય આમ તો મન ની ભડાશ કાઢી , નેટ પર  સર્ફ કરતા કરતા મુદ્દા બદલાઈ જાય છે , સવારે પહેલી પોસ્ટ તો પ્યારી  એશલે ગ્રેહામ વિષે મુકવી હતી પણ ન્યૂઝ વાળા એ ઊંધું માર્યું ,
                        આ telemarketing  ની જેમ ક્યારેક news  વાળા પણ આપણ ને સુ સમજે છે ખબર નથી પડતી  , અખિલેશ મુલાયમ ની વાત side  માં રાખીયે તો આજે zeenews  ની web  માં જોયું કે એક સર્વે અનુસાર INDIAN WILLING TO TRAVEL MORE IN SEARCH OF SOULMATE ,SAYS RESEARCH ઓહ યેસ્સ પહેલી વાર આ વાક્ય વાંચો એટલે એમ થાય કે ભાઈ જબરદસ્ત રિસેર્ચ થયું લાગે છે પણ એનું ગુજરાતી કરો તો ભારતીયો એના આત્મજ ને શોધવા માટે  યાત્રા કરવા માંગે છે ,  હવે આવા ઘેલફાડીયા research  કોણ કરે છે ભાઈ , તમે જ news  agency  માં કામ કરતા હોય અને તમારા boss  ને પૂછો કે મારે ભારતીયો આત્મજ ને શોધવા માટે યાત્રા કરવા માંગે છે કે નહિ એનો સર્વે કરવો છે , કેટલું ભદ્દો ટોપિક છે યાર ખરેખર મનરેગા હજુ ચાલુ જ છે આવા ટોપિક પર રિસેર્ચ કરવાનું બંધ કરો , અને result  આવ્યા પછી મારી તમારી સામાન્ય કે અસામાન્ય મુકેશ અંબાણી કે મોદી રાહુલ ને સુ ફર્ક પડશે ?
                              તમે સવારે ચા પિતા પિતા જોર થી વાંચી શકો એને જ ન્યૂઝ કહેવાય એને જ રિસેર્ચ કહેવાય જેમકે તમે જોર થી વાંચી શકો કે ભાઈ મુલાયમે અખિલેશ ને પાર્ટી માંથી બાર કાઢ્યો ,    આત્મજ ને શોધવા નું research  જોરથી વાંચી શકો ?! અને પાછા એમાંય ટકાવારી આપે કે રૂર્બન 67.78 % અને રૂરલ 34.73 % અને બાકી ના અનિર્ણિત , અને ખરેખર શાંતિ થી જીવવું હોય સ્ત્રીઓ એ  તો રિલેશનશિપ વાળું કોલમ તો ખાસ ના વાંચવી  પહેલા તો આવું વાંચી ને જ problems  ઉભા કરવાની શરૂવાત કરીયે છીએ ,
તમારા નબળા પડતા સંબંધો ને કઈ રીતે મજબૂત બનાવવા ?  સૌ મોજ થી જીવતા હોય ને આપણ ને વીચાર આવે ક્યાંક આપનો સંબંધ નબળો તો નથી થઇ રહ્યો ને , બીજું એક એવી રિસર્ચ થયું કે તમારા  સંબંધો માં તાજગી રાખવા માટે બ્રાન્ડેડ વસ્તુઓ વાપરો , કદાચ એવું પણ કહેવા માંગતા હોય કે branded  વસ્તુ gift  માં આપો , યાર આવા research  કોણ amazon , flipkart કે snapdeal  કોણ કરે છે ?  ને પાછું એવું વાંચ્યા પછી branded  ગિફ્ટ ના મળે તો સંબંધ બગડે !!
          મૂળ કારણએ છે કે  વેબ અને ન્યૂઝ channel અને એ બધુ આપની સામે પીરસવા માં આવે છે, જેમ કોઈ નાનો  માણસ કરોડપતિ નાં લગ્નમાં  જાય અને અવનવી વાનગીનાં નામ જોઇ અને કાંઇક નાં ખાધેલ ખાવા મળશે એવી રીતે ડીશ ભરીલે અને પછી બધાં જોતાં હોય એટ્લે ખાવું  પડે અહિયાં એક ફર્ક છે એ માણસ ને ખાતી વખતે અને ખાધા પછી ખબર હોય છે કે એણે ભુલ કરી આપણ ને એ ખબર નથી .જ્ઞાન મેળવવાની લ્હાય માં આપણે TV  ચાલુ કરીયે કે web  ખોલીયે ત્યાં જ આપણા માથે આવા બખડજંતર news  અને advt  ઠપકારવામાં આવે , અને હમણાંથી web  પર  एक ऐसा राज जो डर्मेटोलोजिस्ट आपको कभी नहीं बताना चाहेंगे  એવું લખેલી  popup link હોય અને બાજુ માં બાઝીગર ની કાજોલ અને એની બાજુમાં દિલવાલે ની કાજોલ હોય , મને એવું લાગે છે કે એ લોકો diary  રાખતા હશે કે જેવું તમે એમાં ક્લિક કરો એટલે અખિલ મૂર્ખ એસોસિએશન ની કાયમી મેમ્બરશિપ ફ્રી ઑફ્ફ  મળી જાય ,
         મુલાયમે અખિલેશ ને પાર્ટી માંથી  સાંજે બહાર કાઢ્યો અને બીજા દિવસે સવારે પાછો લઇ લીધો, હવે સાલું આપણે સુ સમજવું સુબહ કે ભૂલ શામ કો ઘર આયે તો ઉસે ભૂલ નહિ કહેતે આ કહેવત સાંભળી ને બધા ને પ્રશ્ન થતો કે તો ઉસે  ક્યાં કહતે હે?ક્યાં કહેતે હે? સદીઓ થી થતા આ સવાલ નો  સમાજવાદી પાર્ટી એ પ્રેક્ટિકલી  જવાબ શોધ્યો કે ઉસે અખિલેશ કહતે હે  , હવે બાપ દીકરા ને કાઢે એ કઈ નવી નવાઈ નું તો છે નહિ પણ અહીં સમાજ ને એક નવો રાહ ચીંધાડયો છે કે કાઢી ને તરત જ પાછો પણ લઇ શકાય જ્યાં ને ત્યાં છાપ માં ad  ના અપાય કે ભાઈ અમારો કુપુત્ર અમારા કહ્યા માં નથી ને એવું બધું , અને હવે અયોધ્યા ના ધોબી એ જેમ એની ઘરવાળી ને સંભળાવ્યું હતું કે હું કઈ રામ નથી કે તારા ઉપર ભરોસો કરી લઉ , એમ કોઈ બાપ એના છોકરા ને ઘર ની બહાર કાઢતી વખતે કહેશે કે હું કઈ મુલાયમ નથી કે તને કાલે પાછો આવવા દઈશ ,
इ बबुवा हम को मुलायम समझने की गलती न करियो, અને અમને તો પહેલે થી ખબર જ હતી કે મુલાયમ વિશાલ હૃદય ના છે અને बच्चो से ऐसी गलतिया हो जाती हे કહી ને અખિલેશ ને માફ કરી દેશે ,   જોક્સ apart આપણ ને એવું હતું કે જુદા થઇ ને ભેગા થયા પછી કોક નવું vision  મુકશે આપણી સામે પણ એજ જૂની bottle  માં નવો દારૂ કે અમે એક થઇ ને સાંપ્રદાયિક તાકાતો સામે લડસુ,  અરે પીટયાઓ  તમે જ સાંપ્રદાયિક તાકાતો છો અને તમે અંદરો અંદર લડી લ્યો એટલે બધું આવી ગયું , સાંપ્રદાયિક તાકાતો સામે લડવા જવા માટે બાર નીકળવાની ક્યાં જરૂર છે આઝમ ખાન બાજુ માં જ બેઠો છે , અને આમ આ બધું અચાનક નથી થયું આના માટે અમરસિંહ ની એક વર્ષ ની કાળી  મજૂરી નું પરિણામ છે , અંગ્રેજો ના divide and  rule  નિયમ ને શબ્દસહઃ આચરણ માં મુકતો એનો વારસદાર ,પાછું એને latest  સ્ટેટમેન્ટ આપ્યું કે સમાજવાદી પાર્ટી ને તોડવાનું કાવતરું નિષ્ફળ ગયું છે ભાઈ આખા ગામ ને ખબર છે કે પડદા પાછળ નો કલાકાર તું જ છે ને પાછો ક્યે કે કે હું સમાજવાદી પાર્ટી માટે કોઈ પણ કુરબાની આપવા તૈયાર છું  , જાન  માં વિન્ડો સીટ ના મળવાથી રિસાયેલા ફુવા જેવું તારું મોઢું તું મીડિયા થી દૂર રાખ એટલે કુરબાની જ છે ,
                               2016 નું વર્ષ વિશ્વ અને ભારતીય રાજકારણ માટે બોવ વિચિત્ર રહ્યું , જો કે રાજકારણ અને રાજકારણી અને રાજકારણી જ જન્મજાત વિચિત્ર હોય છે ,અને ખાસ તો એના સ્ટેટમેન્ટ એટલા વિરોધાભાસી હોય કે તમે એના પર કૉમેડી બનાવવા માટે એને તોડી મરોડી ના શકો હવે અમર સીંગ નું જ latest  ઉદાહરણ જોયું ,
 કેજરીવાલે આજે એવું કહ્યું કે નરેન્દ્ર મોદી પાર થી હવે પ્રજા ને ભરોસો ઉઠી ગયો છે અને આંતરરાષ્ટ્રીય ,રાષ્ટ્રીય કક્ષા એ એ મજાક બની ગયા છે , આ વાક્ય એવો માણસ બોલે છે કે જે સૌથી વધુ મજાક નું કેન્દ્ર છે google  માં અરવિંદ લખો ત્યાં suggestion  માં 4-5  વાક્યો આવે arvind kejriwal trolls, arvind kejriwal  memes,arvind kejriwal slapped , arvind kejriwal  u turn ,
6-8 મહિના પહેલા મમતા બેનર્જી એ એવું કહ્યું તું કે બાંગ્લાદેશી ઓ ની રક્ષા માટે એમને લાઇસન્સ વાળી બંદૂક આપવા માં આવે !! (આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ  આપવાનું ભગીરથ કાર્ય અમે કરી નાખેલ છે !!) , ડોનાલ્ડ ટ્રેમ્પ કહે છે કે રાજકારણ ની છબી ખરડાઈ ગઈ છે સારા માણસો રાજકારણ માં આવતા નથી!! અડવાણી કહે છે કે સંસદ માં સંવાદ થતો નથી અને લોકો ના પૈસા ની બરબાદી થાય છે કારણ એને ખબર છે કે સંસદ ના પગાર વધારા નું બિલ હજુ પેન્ડિંગ છે ,
 નરેન્દ્ર મોદી કહે છે કે ચૂંટણી ના પાર્ટી ફંડ માં બ્લેક મની  નો ઉપયોગ બંધ થવો જોઈએ  અને આપણે હૈસો હૈસો કરીયે .. 

Comments

Popular Posts