Patidar aandolan

Gujarati blog

                             મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર માં ખેડૂતો નું આંદોલન ચાલી રહેલ છે. હાલ માં આ આંદોલન માં રાજકિય ષડયંત્રો કે અન્ય કારણો નું પિષ્ટપેષણ ન્યુઝ ચેનલો કરી રહેલ છે પણ અહીં આપણે વાત કરવા માંગીયે છીએ કે આ આંદોલન કરવાની પદ્ધતિ  ની।
                            આ આંદોલન નો મકસદ સાચો છે સારો છે એ તો પછી ની વાત છે પણ આજ થી દોઢેક અર્શ પહેલા હાર્દિક પટેલ ની આગેવાની માં પાટીદાર આંદોલન શરુ થયું હતું અનામત માટે. અને દરેક સવર્ણ કે દલિત જાણે જ છે અને અંદરખાને માને જ છે કે અનામત કાયદા હેઠળ અનેક સવર્ણ વિદ્યાર્થી ઓ ને સ્કૂલ માં એડમિશન થી માંડી અને નોકરી મેળવવા સુધી ડગલે ને પગલે અન્યાય થઇ રહ્યો છે અને અલ્પેશ ઠાકોર કે એનું આંદોલન એ પાટીદાર આંદોલન નું બારોબાર એન્કાઉન્ટર કરવા માટે નું ભાજપ નું  ગાઇડેડ મિસાઈલ છે જે હવે ભાજપ ના રિમોટ કન્ટ્રોલ ના કવરેજ  બહાર જતું રહેલ છે. નો ડાઉટ હાર્દિક પટેલ એ એના ભાષણો માં અને નિવેદનો માં ઘણી વખત ભૂલો કરી છે પણ ક્રાંતિ અવ્યવસ્થા નું જ સંતાન છે એ ઇતિહાસ ની કોઈ પણ તારીખ માં એની સાબિતી મળી રહેશે.સુવ્યવસ્થિત માર્ગે કે સરકારી ઓફિસો માં અરજી આપી ને ડાધારીન્ગા રાજકારણી સામે ક્રાંતિ ના થાય !! અને જે કોઈ એમ કહેતા હોય કે આ કોંગ્રેસ ની રાજ રમત હતી અને તો એ ખરેખર પાટીદારો ને જાણતા નથી।
                           એક ન્યુઝ ચેનલ માં એકવિડિઓ કલીપ વારે વારે બતાવે છે જેમાં એક સ્ત્રી એના બાળક ને લઇ ને બસ માં બેઠી છે અને બાર થી પથ્થરમારો થઇ રહ્યો છે ટોળા દ્વારા આ જોઈ ને આપણ ને મન થાય કે પાટીદાર આંદોલન કેટલું સુવ્યવસ્થિત અને સુસંચાલિત હતું . એક પણ કિસ્સો પાટીદાર આંદોલન દરમ્યાન એવો નથી બન્યો કે કોઈ સામાન્ય માણસ કે પોલીસ ને સામાન્ય ઇજા પણ થઇ હોય આખા આંદોલન માં।
                    એક સુરત નો કિસ્સો એવો પણ છે કે જ્યાં હાઇવે પર  ચક્કાજામ દરમ્યાન એક એસ ટી બસ માં સગર્ભા મહિલા તકલીફ માં હતી ત્યારે પાટીદાર આંદોલનકારીઓ માંથી એક ની ગાડી માં એને હોસ્પિટલ સુધી સહી સલામત અને ઝડપી પહોંચાડવામાં આવી.
                   રાજકોટ મોરબી માં સીટી બસ સળગાવવાની ઘટના ઓ બની એમાં લોકો જાણે જ છે કે પાટીદાર આંદોલન ના નામે  લોકલ ટ્રાન્સપોર્ટરે આ કામો કાર્ય હતા.
                   ફરીથી પાટીદાર આંદોલન માં એક પણ ખાનગી વાહનો ને જરા પણ નુકસાન પહોંચાડવાંમાં આવ્યું નહોતું જયારે અમદાવાદ ની સોસાયટી માં ઘુસી જઈ  ને પોલીસે કરેલ તોડફોડ ના વિડિઓ જગજાહેર છે છતાં કોઈ કાર્યવાહી થઇ નથી .
                 

Comments

Popular Posts