top 8 beautiful women

 2016 ની વિશ્વ ની સૌથી સુંદર સ્ત્રીઓ નું લિસ્ટ બહાર આવેલ છે જેમાં એક ભારતીય તરીકે ગૌરવ થાય એવી વાત એ છે કે આ top  8 સુંદરી ઓ માં 2 ભારતીય છે અને તમે બધા જ એના નામ જાણતા હશો પણ અહીં મારો એક પ્રયાસ છે એક પછી એક દરેક સુંદરીઓ વિશે જાણી અજાણી બાબતો તમારી સામે મુકવાનો।
તો સરું કરીયે પ્હેલે  થી છેલ્લે

NO 1 સલેના ગોમેઝ  



 2016 ના વર્ષ માં પહેલા ક્રમે સ્થાન પામેલ ઇટાલિયન મેક્સિકન એવા મિશ્ર કુળ  ની આ કન્યા હોલિવુડ ની અદાકારા અને ગાયક છે , માત્ર સાત વર્ષ ની વયે એને હોલિવુડ માં કામ કરવાની શ રુવાત કરી ડેમી લોવાટો સાથે berney  and friends માં સેલિના નો ગ્રીક ભાષા  માં અર્થ ચંદ્ર થાય છે આમ પણ આ કન્યા ને જોઈ ને ચંદ્ર દર્શન જેવી જ મન ને ઠંડક મળે છે હે ને ?!  justin biber  સાથે madam  નું ઇલુ ઇલુ ચાલુ બંધ થતું રહે છે અને વિદેશી મીડિયા ના ઓ ની અમુક ટુકડી ઓ ક્યારે ક્યાં અને કોની સાથે જોવા મળે છે એ follow  કરવાનું કામ કરે છે (wow  i love that job ) ઉપરાંત એ UNICEF  ની બ્રાન્ડ એમ્બેસેડર સૌથી નાની વય ની રહેલ છે.સલેના પ્રાણી પ્રેમી છે ઘર માં પાંચ કુતરા રાખેલ છે 

2.લીઝા સોબેરાનો


          છે ને બાકી નામ  આમ તો નામ સાંભળી ને જ લાગે કે આ કન્યા માં કૈક નવીન હશે હે ને   american Philippine  આ કન્યા એ ઘણી બધી TV શ્રેણી અને ફિલ્મો માં કામ કરેલ છે   serial માં side  roll  કરી ને ધીમે ધીમે લોકો ની નજર માં આવેલ યુવતી છે એટલે કે pure ટેલેન્ટ અને મિત્રો એક વાત સમજી લેજો કે આ beautiful મહિલાનું લિસ્ટ છે નહિ કે ......

3.Nana Im Jin-Ah

 નાના  એમ જિન  અહ . 
               સાલું આ વિદેશી  કન્યા ઓ ના નામ પણ વિચિત્ર હોઈ નાના પાટેકર ને ક્યાંક શીશી માંથી જિન પ્રસન્ન થયો હોય એવી ઘટના લાગે પણ બીજી બધી વાતો ને side  પર રાખી ને ખરેખર સુંદર યુવતી  વિશે થોડુંક  જ જાણીએ મોટા ભાગે ચાઇના ની ફિલ્મો માં કામ કરતી આ કન્યા પર સર્જરી કરાવવાંના આરોપ લાગેલ છે(પ્લાસ્ટિક સર્જરી  ના જ આરોપ હોય કઈ એપેન્ડીસાઇટિસ ના ઓપેરશન ના આરોપ ના હોય  )

4. દીપિકા પાદુકોણે 

દીપિકા ની ઓળખાણ આપવાની જરૂર ના હોય ,બોલિવૂડ માં સૌથી ઊંચી ફીસ લેનાર આ હેરોઇન ભારત માં પહેલું અને વિશ્વ માં ચોથું સ્થાન ધરાવે છે।  ડેનમાર્ક માં જન્મેલી ટેનિસ ખેલાડી ની પુત્રી દીપિકા ની અંગત અને કૅરિયર જિંદગી ખુબ ઉત્તર ચઢાવ વળી રહેલ છે, દીપિકા એ તેની સરુવાત નાની મોટી advt . માંથી કરેલી જે માં liril  ની જાહેરાત માં લોકો ને ખુબ પસંદ પડી।  ત્યાર બાદ સાઉથ ની ઐશ્વર્યા નામની ફિલ્મ, હિમ્મેશ રેશમીયા નું નામ હે તેરા તેરા ,ત્યાર બાદ  હિન્દી પહેલી ફિલ્મ ૐ શાંતિ ૐ માં કામ કરવાનો મોકો મળ્યો અને પછી આપણી માનીતી દીપિકા એ ફિલ્મો માં કામ કરવા માં પાછું વળી ને જોયું જ નથી,મોડેલિંગ ની સાથે સાથે દિપીકા એ ટેનિસ,બેઝબલ વગેરે માં સ્ટેટે લેવેલે રમેલ છે ,  અને ખ્યાતિ ના શિખરો પાર કરતા   પહેલા કોક નીરજ પંડ્યા સાથે affair  પણ હતું ત્યાર બાદ ના નામ તો આપણા ને ખબર જ છે હાલ માં તે હોલિવુડ નું મૂવી xxx  xender cage ના શૂટિંગ માં વ્યસ્ત છે 

5.  પિક્ષી લોટ્ટ 

બ્રીટીશ સિંગર actress  pixie lott  એ મોસ્ટ ટેલેન્ટેડ અને સેક્સી સિંગર છે.સ્કૂલ માં હતી ત્યારથી જ  ગાવા ની શરૂવાત કરી હતી હવે એ બ્યૂટી માં પાંચમા ક્રમે સુ કામ છે એ અહીં ચર્ચા નો વિષય બની શકે છે કારણ કે google  કરી કરી ને થાકી ગયો ત્યારે મંદ મંદ એકાદ બે સારા ફોટા હાથ લાગ્યા પણ આ વખતે સિંગર ઉપર વધારે મહત્વ અપાયું હોય એવું લાગે છે pixie  એ ઓલિમ્પિક 2012 માં ખુબ સારું પર્ફોર્મન્સ આપેલ i  mean  stage  performance 

6. એમ્બર હર્ડ 

આ અમેરિકન સુંદરી છઠ્ઠા નંબર પર છે પણ પહેલા પાંચ ને ભુલાવી દે એવી અને નાજુક નામણી  અને કામણગારી મારી ઓલ ટાઈમ  favorite  2007 માં hidden  palms  નામની serial  માં સૌ પ્રથમ વખત  કામ  અંબર English  Spanish  અને ગૂંગા બહેરા ની હાથ ની ભાષા બોલી શકે છે પોતાની સેફટી માટે ગન  પણ રાખે છે  ,16 વર્ષ ની ઉંમરે એની એક friend  નું મૃત્યુ થયા બાદ ભગવાન માં ભરોસો કરતી નથી અને વાંચવાની અત્યંત શોખીન એવી એમ્બર કહે છે કે  knowledge is my religion  વાહ beauty  વિથ brain અને હાલ માં જ આપણા  favorite  johnny depp સાથે સુખી લગ્ન જીવન મણિ રહી છે 

  7. પ્રિયંકા ચોપરા 

ભાઈઓ બહેનો પ્રિયંકા ચોપરા ની ઓળખાણ આપવી પડે એટલા અજ્ઞાન આ ઈન્ટરનેટ ની દુનિયા માં કોઈ ના હોય ,જયારે આ લખવાનું ચાલુ છે ત્યારે યુનિસેફ એ પ્રિયંકા ને પોતાની ગુડવિલ ambassador બનાવવાનું એલાન કરેલ છે , પ્રિયંકા 2000 માં મિસ યુનિવર્સ બન્યા પછી બોલિવૂડ  માં કામ કરવાનું ચાલુ કરી હાલ માં હોલિવુડ ની Baywatch નામની ફિલ્મ માં જોવા મળશે પણ  આપણ ને તો ગંગાજલ 2  જોવાની વધારે ઈચ્છા છે  ,
અંદર ના સૂત્રો દ્વારા એવી માહિતી મળેલ છે કે પ્રિયંકા દર મહિને એક લાખ રૂપિયા beauty product  પાછળ ખરચે છે (ને સાલું આપણે 25 rs  ની fair and lovely લગાવીને પ્રિયંકા દેખાવું છે )
 ઘણા લોકો ને એવું છે કે હીરો ફિલ્મ એની પહેલી ફિલ્મ હતી પણ એની પહેલી ફિલ્મ 2002 માં thamizan  નામની તમિલ ફિલ્મ હતી દીપિકા ની જેમ જ પ્રિયંકા પણ પહેલા Bombay vikings  ના આલ્બમ માં દેખાઈ હતી એન્ડ as twist  એને આમાં  એક રોમિયો જેવા છોકરા નો રોલકરેલ હતો.


દેશી સાડી માં હોય કે બિકીની માં ,heroin  હોય કે વિલન ,પ્રિયંકા ગરમા ગરમ એટલે કે હોટ જ લાગે એ એની ખાસિયત છે 

8. એડ્રિઆના લિમા 

ઈન્ટરનેટ   surfer  માટે આ નામ નવીન નથી  છેલ્લા 16 વર્ષ થી સતત Victoria secret  માં મોડૅલિંગ કરી રહી છે અને છેલ્લા 5 વર્ષ થી સૌથી વધારે કમાતી મોડેલ છે. ભરી આંખો ,કાલા વાળ  અને કમનીય કાયા ધરાવતી આ સુંદરી બ્રાઝીલ થી મોડેલ બનવા america  આવી અને અગણિત ફેશન શૉ માં કામ કર્યુ
 અહીં એક  આડ વાત બ્રાઝીલ ના લોકો આપણે TV માં જોતા હોઈએ કે ખુબ સારું દેખાતા  હોય કારણ કે Brazil  માં આમ જુવો તો કોઈ મુળ બ્રાઝીલ પ્રજા જ નથી 16 મી
 સદી માં  પોટુગીઝો એ બ્રાઝીલ માં જઈ વસવાટ કર્યો અને સાથે આફ્રિકા થી ગુલામો લઇ ને ગયા હતા આ ગુલામો ત્યાં ના મૂળ રહીશો અમેરિન્ડિઅન અને પોટુગીઝ ની મિશ્ર પ્રજા હાલ માં છે, અને જાપાનીઓ પણ એટલા જ  આમ આપણી આ સુંદરી એ યુરોપિઅન  પિતા અને આફ્રિકી ,પોર્તુગી,અમેરિન્ડિઅન માતા ની મિશ્ર પુત્રી એટલે કે બધા ના થોડા થોડા ગુણધર્મો ધરાવે છે , આમ તો એને મોડૅલિંગ માં કોઈ રસ નહોતો ફોટો પડાવવાથી પણ શરમાતી અને કોઈ મિત્ર ના કહેવાથી એક કોન્ટેસ્ટ માં ભાગ લીધો ને સ્ટેપ બ્ય સ્ટેપ ન્યૂયોર્ક ની ગલીયો સુધી પહોંચી ગઈ , એડ્રિઆના ખુબ જ ધાર્મિક છે અને લગ્ન સુધી કુંવારી જ રહી હતી




થૅન્ક્સ મિત્રો જોવા વાંચવા અને આંખો ને ઠંડક આપવા માટે !!!!!
ફરી મળશુ  આવું જ કૈક લઇ ને 

Comments

Popular Posts