telemarketing

  આ બ્લોગ  પર  આવનાર ને ખબર જ હશે કે વિચિત્ર અને એલફેલ વિષયોઉપર અહીં લખાણ હોય છે કારણ કે મને ખુદ ને ખબર નથી કે સુ લખવું ? હવે આપણે કોઈ એવી મજબૂરી તો છે નહિ કે આ બ્લોગ પર લખીસું તો જ મારો જીવન નિર્વાહ થશે પણ ન્યૂઝ વાળા ની મજબૂરી હોય કે છાપું હોય તો બધા પણ ભરવા જોઈએ અને તવ હોય તો કોઈ સ્લોટ ખાલી ના જવો જોઈએ , વર્ષો પહેલા મને સાચું યાદ હોય તો zee cinema  માં filler  કરી ને એક શૉ આવતો જેમાં random  songs  વગાડવામાં આવતા અને એ પોતે જ સ્વીકારતા કે અત્યારે કઈ બતાવવા લાયક નથી તો છાના માંના  આ ગીતો સાંભળો ને બાકી ગામ ના ઓટલા ભાંગો, જો કે હવે પહેલા ના જમાના જેવા ઓટલા ,ઓટીવાળ ગામ માં દેખાવાના  બંધ થઇ ગયા અને આ બધા ઓટીવાળો telemarketing માં જોડાઈ ગયા , 
                      અચ્છા telemarketing  પાછો બોવ મોટો વિષય છે , આજ કલ આ લોકો નો ત્રાસ એટલો વધી ગયો છે કે ક્યારેક એવું લાગે કે આ લોકો આપણ ને દુ સુ સમજે  છે કે  દુ સુ બનાવેછે , આજે જ એક ad  જોઈ એક જાડો છોકરો હતો એનું સેટિંગ નતુ થતું પછી એને  ઘેલસફ્ફા    કંપની નો પાવડર સવાર સાંજ ચા માં નાખી ને પીધો OK  fine  અહીંયા સુધી બરાબર છે કે એ પાતળો થઇ ગયો વજન ઉતરી ગયું  , અરે એનું સેટિંગ થઇ ગયું એ પણ સ્વીકારી લઈએ  પણ creativity  ની એક પગલું આગળ પત્તર ખાંડતાં આ લોકો એ એને ઇન્ફોસિસ કંપની માં નોકરી પણ અપાઈ દીધી। તમારી  creativity  લાગણી ને સલામ પણ દોસ્ત infosys  ની તો ઈજ્જત રાખવી તી  , ને પાછા એના  anchor  નો ત્રાસ કે  એ લોકો ને વેચવા ની એટલી ઉતાવળ હોયખાસ કરી ને homeshop 18 માં ક્યારેક મને એમ થાય કે આ એન્કર ને ગુરૂશંકા લાગી છે પણ producer  ની અડધે થી શૉ છોડવાની મનાઈ છે , જલ્દી ખરીદીયે , time  નિકલા જ રહા હે , એસી ડીલ ફિર કભી નહિ આયેગી 
ને પાછો બે દિવસ પછી એજ 1899 વારી વસ્તુ 899 માં વેચાતી હોય , ખરેખર આ લોકો વસ્તુ વેચે છે કે ઉલ્લુ માણસો ની અલગ system  થી વસ્તીગણતરી કરે છે એજ ખબર નથી પડતી ,
            હવે આવુ વાંચી ને એમ ના સમજતા કે હું ક્યારેય ઉલ્લુ નથી બન્યો , આજ થી લગભગ પાંચેક વર્ષ પહેલા હોમશોપ 18 ની નવી નવી શરૂવાત અને આપણા કમાવાની પણ શરૂવાત ને નવું નવું TV  અને dish  અને AD  જોઈ માત્ર 1999 માં 2 જોડી લોફર શૂઝ અને સાથે દિલ થામ કે બેઠીયે 2 જોડી લોફર સાથે એક aviator sunglasses  વર્થ rs 2500 , એક ટ્રાવેલ બેગ વર્થ rs  2000, એક જોડી સૉક્સ વર્થ રસ 999, અને એક diamond studded watch  વર્થ 4500  !!
હવે આપણે બાપ ગોતર માં કોઈ દી  999 ના મોજા પેર્યા નોતા  અને મગજ ની ચકરડી ફરવા મંડી સીધો ફ્રેન્ડ ને ફોન એ પાસો મારા કરતા હરખ પદુડો મને ક્યે મફત કેવાય લઇ લે  શૂઝ એક જોડી હું રાખી લઈશ 800 માં ને  મેનેજમેન્ટ જુવો  આપણું , બીજો ફોન સાળા  ને એને સુ કે sunglasses અને ઘડિયાળ નો શોખ વધારે , એને કીધું કે boss  એક deal કરવાની છે 2500 ના ચશ્માં અને 4500 ની ઘડિયાળ તને માત્ર 1500 માં આલવાની છે, રીતસર સાલા ને ઉપકાર નીચે દબાવી જ દેવો બીજી વાત નઈ , મેનેજમેન્ટ યુ  નો?! અને ઘરવાળી ને પણ કહી દીધું branded travel bag  મંગાવી છે તારા  માટે 
     ORDER PLACED AND COUNTDOWN BEGINS ,,
સાલું રાત્રે ઊંઘ ના આવે કેવી ખતરનાક ડીલ કરી તી  આપણે સામાન  આવવાના પાંચ  દિવસ તો સાલા પાંચ વર્ષ જેવા ગયા પચ્ચી વખત ફોન કર્યા  કે યાર સમાન હજી પોંચ્યો નહિ ,2 વરસ થી સાથ નિભાવનાર શૂઝ સાથે નું મારુ વર્તન બદલાઈ ગયું કેવી નજર થી હું એને જોતો એના માટે ઉદાહરણ આપું કે ગામડા માં કોઈ મધ્યમવર્ગીય છોરો ,છોરી પ્રેમ માં હોય અને અચાનક એ છોરી ના લગ્ન  સીટી ના એક કરોડ પતિ ના છોકરા સાથે ફિક્સ થઇ જાય અને સગાઇ પછી જેવી રીતે એ ભૂતપૂર્વ પ્રેમી અને તાજા દારૂડિયા  સામે  જોવે  બસ એ જ નજર, અને કોઈ શૂઝ ની દુકાન પાસે થી નીકળતા લોકો જોઈ ને હું સમજતો કે uneducated  માણસો ને ખબર  જ નથી કે શૂઝ ક્યાંથી લેવાય ?!
                                   અને એક સદ્નસીબ ! બપોરે bludart  માંથી ફોન આવ્યો કે બોસ તમારું પર્સેલ આવી ગયું છે લઇ જાઓ , ઘરવાળી ને કીધું હું જાઉં છું કામ છે , એ ક્યે જમી ને જાઓ મેં કીધું ગાંડી  તારા હાથ માં branded tourist bag  ના મુકું ત્યાં સુધી મારા માટે અન્ન જળ હરામ , પૈસા ચુકતા કરી ને  જૂનાગઢ ના કિલ્લા માં રા ખેંગાર પ્રવેશતો હોય એવી  અદા થી આપણે ગૃહ પ્રવેશ કર્યો અને parsal  ખોલ્યું , 
                                 

  •                               પીળા અને કથ્થાઈ કલર ના બે જોડી જોડા , એને બધું કહી શકાય પણ આપણા માં માનવતા જેવું કઈ પણ બચ્યું હોય તો એને શૂઝ તો ના જ કહેવાય હવે બંને ના નંબર અલગ એટલેકે એક જ જોડી જોડા અલગ અલગ નંબર ના અને પીળા લોફર એટલે યાર તમે સાબિત સુ કરવા માંગો છો , આજકાલ  કપિલ ના શો  ની ગુથ્થી પણ સફેદ શૂઝ પહેરે છે એનેય ખબર છે કે પીળા લોફર હાસ્યાસ્પદ થી ઘણી  નીચી કેટેગરી માં આવે , 
  • અને aviator  કે sunglasses  કે જે પણ યંત્ર હતું એ યંત્ર એક વખત નાનો  હતો ત્યારે મેળા  માં લીધું તું  10 rs  નું અને બાપા એ કીધું તું કે વાઘરી લાગે છે એટલે પેરવાનું બંધ કર્યું તું એ યંત્ર ,
  •  branded bag માં 150 ગ્રામ ભીંડા જ સમય એટલે કે scientifically  એટલું research  કરેલ હશે એ લોકો એ કે 150 ગ્રામ થી એક ગ્રામ ઉપર જાય વજન એટલે બંને નાકા તમારા હાથ માં રહે અને થેલો નું માભોમ સાથે મિલન થઇ જાય , 
  • ત્યાં સુધી માં ડાયમંડ સ્ટડેડ વોચ માં ડાયમંડ જોવા ની આશા અમે  મૂકી દીધેલ પણ હાથ માં પેરી હોય તો કોઈ ખાલી ખાલી એમ જ ખાલી ખાલી પૂછે કે ઘડિયાળ નવી લીધી એવી ઘડિયાળ હોય એવી એક માત્ર આશા સાથે  જોઈ , 4500 ની price tag  વળી ઘડિયાળ હોય એટલે મિનિટ સેકન્ડ  અને કલાક સિવાય ના અંદર ના કાંટા હાલત હોય જ એવી જાણ માનસ માં છાપ છે અને એ છાપ ને ભૂંસવા માટે આ ઘડિયાળ નું સર્જન થયું હશે એવું કહી શકાય , ચામડાં ના દેખાવા નો નાકામ પ્રયત્ન કરતા એના પ્લાસ્ટિક ના પટ્ટા ઓ વિષે જો કે હવે કોઈ રંજ નથી ,
  •  999 ની price  વાળા સોકસ જો કે ખરેખર સારા હતા બધી રીતે આપણેએક   વર્ષ પહેર્યા પેલા 2 વર્ષ ના વફાદાર શૂઝ સાથે , 

                                  હું છેતરાયો , આ એક નાનું વાક્ય આપણા મન પર બોવ ઊંડું અસર  કરે છે પૈસા ને તમે એક વાર  ભૂલી શકો પણ  છેતરવાનો અહેસાસ તમારો પીછો નથી છોડતું , તમારી લાગણી સાથે ની ક્રૂર મજાક , 



Comments

Popular Posts