એક કદમ આગે.

બોલીવુડ નું કોઈ પણ ફીલ્મ શરુ થતા પહેલાં જાહેરાત આવે છે કે ભાઇ આમાં કામ કરતાં હીરો હીરોઇન વગેરે ભલે બીડી તમીકુ ગુટખા ખાતા હોય પણ તે આવી લત ને પ્રોત્સાહન આપતાં નથી. 
તમાકું નું કોઇ પણ સ્વરુપ માં સેવન હાનીકારક છે. અને જ્યા વીલન કે હીરો એ સીગારેટ કાઢી કે તરતજ નીચે. સ્મોકીંગ ઈજ ઈન્જરીયસ ટુ હેલ્થ બ્લા બ્લા બ્લા લખાઇ ને આવી જાય છે જેના ઉત્તમ પરીણામો જોવાં મળે છે.  નવી અને જુની પેઢીનાં ફીલ્મરસીકો તમાકું ની કોઈ પ્રોડક્ટ ખાતા પીતા કે ચાવતાં નથી.  ફીલ્મ ન જોવાવાળા જો કે ચાલુ છે ભોગ એમનાં એ તો હે!!
તમાકુ નાં પાક ની વાવણી બંધ થઈ ગઈ ત્યાં સુધી ના ઈફેક્ટ પછી બોલીવુડ ના ડાયરેકટરો સમાજસેવાં ને નવાં લેવલ સુધી લઇ જાવા માંગેછે. નાઉ ધે ન્યુ ધ પાવર ઓફ સીને માં.
    દરેકે દરેક સમાજ ની કુરીવાજો બદી ઓ અને અનહેલ્ધી આદતો થીઆપણું રક્સણ સીનેમાં સીવાય કોઈ નાં કરી શકે એવું અમારાં ગામનાં દસ પાસ ( માંડ માંડ) ભાઇ નું કહેવું છે.
માટે નવાં નીયમાનુસાર દરેક ફીલ્મ માં સમાજહીતની સુચના અમલીકરણ કરવાંનાં સુપ્રીમ કોર્ટ નાં આદાશાનુસાર બનેલી ફીલ્મોં નાં દ્રશ્યો..
દ્રશ્ય ૧.    સની દેઓલ :  ( આક્રમક થઇ ને વીલન ને મારવાં હાથ ઉગામી ને બોલે છે) યે ઢાઇ કીલો કાં હાથ જબ આદમી પે પડતા હે તો આદમી ઉઠતાં નહી ઉઠ જાતા હે.  દદર્શકો નાં શરીર માં ગુંડા ને મારવા માંટે એડ્રીનાલીન નાં ઘોડાપુર દોડવા માંડે છે ચારેકોર હર્ષ ની ચીચીયારી બોલે છે. ( હરસ મસા ની ચીચીયારી નાં સમજતાં હો ભાઇ)
નીચે પડદા માં .. કાનુ ની ચેતવણી : કોઇ પણ વ્યક્તી ને હાથ પગ કે હથીયાર દ્વારા પ્રતાડીત કરવો કે ડરાવવો કાનુનન જુર્મ છે..જેનાં માટે એક થી લઇ ને દસ વરસ સુધી ની સજા થઈ શકે છે. ઓલ ઈંડીયા બાર કાઉન્સીલ દ્વારા જનહીત મેં જારી
દ્રશ્ય ૨ ..હીરો હીરોઇન ટુંકા કપડામા કશ્મીર ની વાદી ઓ માં ગીત ગાય છે જેમાં આજુબાજુ બરફ છે અને નીચે ચેતવણી
ઠંડી રુતુ માં સમ્પુર્ણ શરીર ને કાપડ ઈત્યાદીથી ઢાંકી રાખવુ જરુરી છે. અન્યથાં સામાન્ય શરદી થી માંડી ને ન્યુમોનીયા જેવા ખતરનાંક રોગો થઇ શકે. સ્ટ્રોંગલી રીકોમેન્ડેડ બાય AIIMS
દ્રશ્ય ૩. પિતાજી મ્રુત્યુ પામવા ની અણી પર છે બાજુ માં પાંચ છોકરાં ઓ બાયબાય કરવાની મુદ્રા માં ને નીચે ચેતવણી.
વસ્તીવધારો વૈશ્વિક સમસ્યા છે. હમ દો હમારે દો કો જીવનમંત્ર અપનાયે ( કો સ્પોન્સર્ડ બાય મેનફોર્સ)
દ્રશ્ય ૪.  રાજેશ ખન્નાં જીપમા મેરે સપનોં કી રાની કબ આયેગી તુ ગાતાં ગાતાં જાય છે દર્શકો ફુલ્લાયી રોમેન્ટીક મુડ માં ને દ્રશ્ય પોઝ થાયઇ ને ચેતવણી .. સીટ બેલ્ટ અવશ્ય લગાએ સ્પીડ લીમીટ 50 મેક્સીમમ ક્યુકી ઘર પે કોઈ આપકા અપનાં રાહ દેખ રહા હે!!

Comments

Popular Posts