શેરડીના રસ

પીત્ઝા બર્ગર કોર્નફ્લેક્સ નુડલ્સ નાં ફુલ માર્કેટીંગ વચ્ચેય આપણાં નાસ્તા નો રાજા એટલે ગાંઠીયાં શ્પેશ્યલી વણેલાં કોઈ જાત ની ફુડ ચેઇન રેસ્ટોરંટ નાં ટેકાં વગર અને મોનોપોલી વગર અડીખમ ઉભા છે. એજ રીતે ઉનાળાં માં ભલભલી કોલ્ડ્રીંક્સ કંપની ને ભુ પાઇ દ્યે એવાં શેરડીનાં રસ નું મહાતમ્ય અવર્ણનીય છે. ને ભરઉનાળે શેરડીના રસ નું નામ વાંચ્યા પછીય જો થમ્સપ પેપ્સી કે કોક પીવાની ઇચ્છા થાય તો કોક સારા મનોચીકીત્સક ને મલવું જરુરી છે.
    
Vitamin a vita. b complex vitamin  c,  copper,  cobalt, magnesium,zinc, micro nutrient, phytonutrient, microfiber ગ્લુકોઝ, પ્રોટીન  વગેરે નુ સપ્રમાણ કોકટેલ એટલે શેરડીનો રસ.
હવે ખાસ ડાયાબીટીસ નાં દર્દી ઓને ન ગમે એવી આ પોસ્ટ માં કેવાનું કે રસ મા જે ગ્લુકોઝ છે. એ નેચરલ ગ્લુકોઝ છે.   જેનો ગ્લાયસેમીક ઈંડેક્સ ખુબ નીચો હોય છે  અને પોલીફેનોલ નામનો માઇક્રોન્યુટ્રીએન્ટ છે જે ધીમે ધીમે રક્તમાં ગ્લુકોઝ ની સપ્લાય કરે છે.જેથી રક્ત માં ગ્લુકોઝ નું પ્રમાણ બોવ વધતું નથી.(તોય માપ માં પીવો!!)
આવી જ શેરડીનાં રસ વિશે જાણી અજાણી વાતો
1.   ઝડપથી પચી જાય એવુ અને પ્રોટીન થી ભરપુર હોવાથી લાંબાં ગાળાની બીમારીઓ કે મુખ્યત્વે જોમાં પ્રોટીન લોસ થાય છે એમાં ખુબ લાભદાયક છે. કમળાં મા શેરડી નાં મહત્વ થી તો આપણે પરીચીત જ છીએ.
2. શરીર માંટે હાનીકારક એવી ચરબી   LDL ઘટાડે છે.
3. સૌથી વધારે શેરડી નાં ઉત્પાદક દેશ ભારત અને બ્રાઝીલ છે.
4. રામાયણ માં વૈવસ્વત મનું નાં પુત્ર તરીકે ઇક્સવાકુ રાજા નો ઉલ્લેખ છે ઇક્સ = શેરડી ..વાક્ = વાણી મીન્સ શેરડી નો ઇતીહાસ અને મહાત્મય બહુંજ પૌરાણીક છે.
5.  ગ્રીક લોકો ભારત માં આવ્યાં ત્યારે શેરડી એ લોકો એ પહેલી વાર જોઇ ચાખી અને મધમાખી વગર નું મધ એવું નામ આપ્યું
6. શેરડી નાં રસ કાઢ્યા પછી વધેલાં છોતરાં નો ઉપયોગ બળતણ,  બાયો ફ્યુઅલ, કાગળ, પુઠ્ઠાં બનાવવામાં પણ થાય છે ખાસ કરીને ન્યુઝ પેપર નાં કાગળ.
7. પાકીસ્તાન નું રાષ્ટ્રીય પીણું શેરડી નો રસ છે.
8. ફ્લેવર ઓફ બ્રાઝીલ એટલે કે કાલ્ડો ડી કાના મીન્સ….!? ભારતનાં વિવિધ પ્રદેશ મા નામ…
કન્નડ માં કબ્બીનાં રસ
આંધ્ર માં ચેરુકુ રસમ
મરાઠી માં ગન્ને કા રસ…વગેરે
           તો જોજો આટલુ જાણ્યા પછી એરીએટેડ મોંઘા સોફ્ટડ્રીંક ને મારો લાત અને સસ્તો તાજો રસ પેટ ભરીને પીઓ અને પીવડાવો.

Comments

Popular Posts