વ્હાય વોટ મોદી : નોટ રોકેટ સાયંસ અગેઇન

આજેજ એક મીત્ર ની ઓફીસે બેઠો તો ને  આમ આપણાં માટે એનાં મનમાં માન થોડુંક વધારે એટલે ઠંડાપીણાં માટે એના એક માણસ ને કીધુ.  માણસ ક્યે મોટર સાયકલ ની ચાવી આપો તો પેલ્લા એ તરતજ ના પાડી દીધી..મેં કીધુ કે એલા આવાં તડકા માં બીચ્ચારાં ને ચાલતો મોકલ્યો શરમ નથી આવતી તો મને ક્યે એને સાયકલ ચલાવતાંય નથી આવડતી પણ શોખીન બોવ હમણાં જ બે દીવસ પહેલાં સાયકલ પકડાઇતી તો બે જણા ને ભટકાડી ને આવ્યો તો.
    હવે આ જ વાત ને રાજકીય રીતે જોઈએ તો કેજરીવાલ ને નાનકડાં દીલ્લી સાચવવા ચલાવવા આપ્યું તું  પણ કેહેવત છે કે ભીખારી ને સોનાનો લોટો આપો તોય એમાં એ ભીખ જ માંગે એ રીતે ઉપવાસ આંદોલન નો કીડો કેજરી ને એવો બેસી ગ્યો છેકે હજાર કામ પડતાં મુકી ને સી.એમ. બન્યાં પછીયે નક્કરાં ઉપવાસ જ કર્યાં. વચ્ચે એવું નીવેદન આપ્યું તું કે હું વડાપ્રધાન નહીં બનું પણ તમે બધાં જાણો જ છો કે
” ઘેલી માથે બેડલું ને મરકટ કોટે હાર
  કેજરી બાંધે ગર્થ એ ટકે કેટલી વાર ”
      આવા તો કેટલાંય કસ્મે વાદે તોડી ને કેજરીવાલ એ યુ ટર્ન નાં સમાનાર્થી તરીકે ઓક્સફોર્ડ ની ડીક્સનરી નાં નવિ આવ્રૂતી માં પોતાનું નામાંકન કરેલ છે… આપ પ્રેમીઓ માટ ે ચોક્કસ ગર્વ ની વાત છે જ. પહેલા બૈરા છોકરા ની કસમ ખાઇને કીધું તું કે કોંગ્રેસ નો ટેકો નઇ લઉં પણ પબ્લીક માટે તો બૈરા છોકરા સાડીસત્તર વાર કુરબાન હે! બનાવતાં તો બનાવી સરકાર પણ હંકાવતા આવડે નઇ એમાં એનો શું વાંક? થોડાં જ દીવસ મા મુખ્યમંત્રી ની ખુરસી ને લાત મારી ને ભાગો બાપરે કરતાં ત્યાથી કેજરીકાકાં તો ભાગ્યાં. પણ હાં મહીને જે 50000 નું પેંસન મળે એની નાં નથી પાડી માંઈન્ડ યું. લક્સમીદેવી નું અપમાન કરે એટલો હજૂ હીંદુ માંથી વટલાયો નથી.. એન્ડ અફકોર્સ બચ્ચારા નાં છોકરાંઓની પરીક્સા માંથે આવે છે એટલે બંગલો ખાલી નઇ કરે. એક આમ આદમીની મુસીબત તો સમજો યાર.
    વીનોબા ભાવે એ એકવાર કીધું તું કે ગાંધીજી ને ગરીબ દેખાડવાં માં બોવ ખર્ચો થાય છે એમ જ કેજરીવાલ ને આમ આદમી ની જેમ સીક્યુરીટી વગરનો દેખાડવાં માટે બોવ સીકયોરીટી કર્મી ની જરુર પડે છે.   એક ડોક્ટર ને ત્યાં બોર્ડ હતુ કે 14 દીવસ થી વધારે ખાંસી હોય તો ટી.બી. ની હોય  શકે મેં ડોક્ટર ને પુછ્યું કે આ કેજરીવાલ ને ટીબી ની બીમારી છે કે તો ડોક્ટર ક્યે  એને ટીવી ની બીમારી છે!!.
    ને હવે ટુંકમા વાત મોદી વીશે     TESTED NOT JUST OK BUT BEST..

Comments

Popular Posts