gujrati dayro
gujrati jokes
અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા પાકિસ્તાનના પ્રવાસે જાય તો અમેરિકાની ચેનલ ઉપર બે લાઇનના સમાચાર આવે Yesterday our President started for Pakistan and tonight he will reach Islamabad at 9.30 p.m.
પરંતુ આટલી જ વાત લોકડાયરાના લોક સાહિત્યકારને કહેવામાં આવે તો જેની રગેરગમાં સાહિત્યનો દરિયો ઘૂઘવાટા કરતો હતો એવો લોકકલાની હરતી-ફરતી યુનિવર્સિટી જેવો કલાકાર આ ઘટનાનું લડાવીને વર્ણન કરે તો એ વર્ણન નીચે મુજબ હોય.
અખિલ બ્રહ્નાંડની માલીકોર પૃથ્વી, પૃથ્વીની માલીકોર એશિયા, એશિયાની માલીકોર ભારત,
ભારતની માલીકોરની માલીકોર મારું ને તમારું ગુજરાત રાજ આવેલું છે, અખિલ બ્રહ્નાંડની માલીકોર ભારતથી રૂપાળો કોઇ દેશ નથી અને ગુજરાતથી રૂડો કોઇ પ્રદેશ નથી,
પણ…
એમ કહેવાય છે
કે
જગતના ચોકમાં…..
ભારત પછી જો કોઇ દેશને બીજો નંબર આપવો હોય…મ
તો ઇ અમેરિકાને આપી હકાય,
એવા અમેરિકાનો રાજા,
જેનું નામ બરાકભાઇ ઓબામા, પોતાના ધોળાઘર નામના રાજમહેલમાંથી ગઇકાલે પાકિસ્તાનની સફરે જાવા હાલતાં થીયા છે,
પણ..
ઇ વેળા ઘટના કેવી ઘટી હશે?
એવે ટાણે રૂપક કેવું રચાણું હશે ?
એનો જવાબ કોઇ આપી હકે તો એકમાત્ર લોકસાહિત્ય આપી હકે બાકી કોઇની તાકાત નથી.
લ્યો ત્યારે વારતા માંડું છઉ.

હજુ ગઇકાલની વાત છે.
સવારનું ટાણું છે.
અમેરિકાની રાજધાનીના ધોળાઘરમાંથી કાળા માથાનો અને કાળા રંગનો જુવાન, સૂટ પહેર્યું છે, પગમાં જોડાં રહી ગ્યાં છે, હાથમાં નાનકડી સૂટકેસ છે, આવો અલૈયા મેરામણ જેવો જુવાન સજધજ થઇને વિમાનમથક ભણી જાવા ધીરાં ધીરાં ધીરાં ધીરાં ધીરાં ડગલાં માંડતો હાલતો થીયો છે.
એવે ટાણે ઇમ કેવાય છે કે ધોળાઘરના રાણીવાસની માલીકોરથી બરાકભાઇ ઓબામાના ઘરેથી ઇમની પરણેતર બેનબા મિશેલબેન પોતાના સાયબાનાં, પોતાના પીયુડાનાં, પોતાના કંથડાનાં પગલાં દબાવતાં પાછળ આવ્યાં અને અડખે-પડખે કોઇ સાંભળતું નઇથ એની પાકી ખાતરી કરીને રૂપાની ઘંટડી જેવા અવાજે એટલું બોલ્યાં કે
હેય સાંભળ્યું???

પોતાની અર્ધાંગનાનો અવાજ કાને પડતાં ઓબામાના પગ ઘડીના છઠ્ઠા ભાગમાં થાંભલો થઇ ગ્યા અને બરાકભાઇએ પાછું વળીને આમ જ્યાં નજર કરી અને બેય માણાહની ચાર આંખ્યું એક થઇ ત્યાં તો
“મુમન લાગી તુમના અને
તુમન લાગી મું,
લૂણ વળૂંભા પાણીએ
પાણી વળુંભા લૂણ.”
અને ધોળાઘરની મહારાણી બેનબા મિશેલબેન પણ કેવાં?
ઉગમણો વા વાય તો આથમણી નમે, આથમણો વા વાય તો ઉગમણી નમે, ઓતરાદો વા વાય તો દખણાદી નમે, દખણાદો વા વાય તો ઓતરાદી નમે, અને ચારે દશુનો વા વાય તો ભાંગીને ભૂકો થઇ જાય, બા…પ
દિનોનાથ જે દી’ સાવ નવરો હશે તે દી’ થોડી-થોડી કાળા રંગની માટી લઇને ઘડી હોય એવી બેનબા મિશેલ એટલું બોલી કે
હે… સાયબા, હે… કંથડા, હે… પીયુડા, હે મારી નણદીના વી…ર !
તને એકલો નહીં જાવા દઉં.
હેં… ? તો કે… હા…
હેં… ? તો કે… હા

આટલું બોલીને બેનબા એટલું બોલ્યાં કે તમારે જાવું હોય ન્યા જાવ, ભલે નરકમાં જાવ પણ તમે પાકિસ્તાન નો જાવ, પોતાની પરણેતરના હૃદયમાંથી નીકળેલાં વેણ સાંભળીને ઓબામાનાં સવાસો કરોડ રૂંવાડાં
સમ..સમ.. સમ..સમ.. સમ કરતાં ઊભાં થઇ ગ્યાં તા અને ઓબામા તે દી’ એટલું બોલ્યા કે
ચ્યમ ? ચ્યમ નો જઉં ?
પોતાના ધણીનો, પોતાના ઘરવાળાનો સવાલ સાંભળીને બેનબા મિશેલ શું જવાબ વાળે છે ઇની વાત ડાયરાને વિહામા પછી કરીશ, અટાણે સૌ મોજથી ચા-પાણી પીવો, માથે બીડી ટેકવો, પાછા મળી ન્યા સુધી સૌને મારા ઝાઝા કરીને જે માતાજી.

Comments
Post a Comment